CBSEએ ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરી દીધુ છે. બોર્ડે ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું હતું. હવે ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર તેમનું પરિણામ જોઈ શકે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અને cbseresults.nic.in પર જઈને ધોરણ 10નું પરિણામ જોઈ શકે છે. પરિણામ ચકાસવા માટે વિદ્યાર્થીઓએ તેમનો રોલ નંબર દાખલ કરવાનો રહેશે. CBSE ધોરણ 10માં મેરિટ લિસ્ટ 2023 બહાર પાડવામાં આવશે નહીં. બોર્ડ વિદ્યાર્થીઓને ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ ગ્રેડ આપશે નહીં. જો કે બોર્ડ વિષયોમાં સૌથી વધુ ગુણ મેળવનાર ટોચના 0.1 ટકા વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણપત્રો જારી કરશે.
CBSE 10મા અને 12મા બંને પરિણામોની દ્રષ્ટિએ ત્રિવેન્દ્રમના વિદ્યાર્થીઓ સૌથી વધુ ટકાવારી ધરાવે છે. બંને વર્ગમાં 99.91 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે ગુવાહાટી સૌથી નબળુ પરિણામ જાહેર થયુ છે. ગુવાહાટીમાં 76.90 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. CBSE ધોરણ 10મા માટેની બોર્ડની પરીક્ષા 14 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને 21મી માર્ચે પૂર્ણ થઈ હતી. આ વર્ષે બોર્ડમાં કુલ 21,86,485 ધોરણ 10મા વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી.CBSE ધોરણ 10નું પરિણામ સત્તાવાર વેબસાઈટ ઉપરાંત ડિજીલોકર અને ઉમંગ એપ્લિકેશન પર પણ જોઈ શકાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500