Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશની 100થી વધુ કંપનીઓ અન્ય દેશોમાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી

  • December 26, 2023 

ભારતીય સુરક્ષા મંત્રાલય જણાવ્યું હતું કે, આ વર્ષે ગત વર્ષે સરખામણીમાં 3000 કરોડ રૂપિયાથી પણ વધુના શસ્ત્ર સરંજામની નિકાસ થઈ છે. આ સાથે જ દેશમાં એક લાખ કરોડ રૂપિયાના સુરક્ષા સરંજામનું ઉત્પાદન થયું છે. આ વર્ષે સમગ્ર દુનિયામાંથી એલસીએ તેજસ, હળવા લડાકુ હેલિકોપ્ટર, એરક્રાફ્ટ કેરિયર અને અન્ય શસ્ત્રોની માંગ રહી હતી. ભારતીય સેનાઓને આધુનિક બનાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર મિશન હેઠળ મોટાભાગની વસ્તુ, હથિયારો, ઉપકરણને ભારતમાં જ બનાવવા પર ભાર આપવામાં આવેલ છે તેને કારણે ભારતની સરહદ સુરક્ષા વધી છે.



સુરક્ષા મંત્રાલયના અનુસાર નાણાકીય વર્ષ 2023માં આશરે 16,000 કરોડ રૂપિયાના નિકાસ થઈ છે. જે ગત વર્ષની સરખામણીમાં તે 3,000 કરોડ રૂપિયા વધુ છે જ્યારે 2016-17ની સરખામણીમાં દસ ગણું વધારે છે. ભારત હાલમાં 85થી વધુ દેશોમાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહ્યું છે. ભારતની ડિઝાઇન અને ટેકનોલોજી શ્રેષ્ઠ સાબિત થઇ છે. હાલમાં દેશની 100થી વધુ કંપનીઓ અન્ય દેશોમાં સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી રહી છે. આમાં હથિયારોથી લઈને એરક્રાફ્ટ, મિસાઈલથી લઈને રોકેટ લોન્ચર સુધીનો સમાવેશ થાય છે. સૈન્ય બાબતોના વિભાગની પાંચમી પોઝીટીવ ઇન્ડિયાઈઝેશન લીસ્ટમાં 98 એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.



જેની નિકાસ કરવામાં આવી રહી છે. તેમાં HCS, સેન્સર, હથિયાર અને દારૂગોળો પણ સામેલ છે. આ તમામ વસ્તુઓ સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવી રહી છે. અગાઉ પીઆઈએલની યાદીમાં 411 સૈન્ય ઉત્પાદનો હતા પરંતુ બાદમાં તે વધીને 4666 થઈ ગઈ છે. વર્તમાન નાણાકીય વર્ષ 2022-23માં ડિફેન્સ કેપિટલ પ્રોક્યોરમેન્ટ બજેટમાં સ્વદેશી હિસ્સો 68 ટકા હતો. આગામી સમય માટે તે વધારીને 75 ટકા કરવામાં આવ્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે એરો ઈન્ડિયા શો દરમિયાન આ વાત કહી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ભારતની સૌથી મોટી હેલિકોપ્ટર ફેક્ટરી ખોલવામાં આવી હતી. લાઇટ યુટીલીટી હેલિકોપ્ટર અહી જ બનાવવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application