મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડ નગરમાંથી લગ્ન કરવાની લાલચ આપી સગીરાનું કાયદેસરનાં વાલીપણામાંથી અપહરણ કરનાર યુવક સામે ગુનો નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ નગરમાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરા ગત તારીખ ૩૦/૧૧/૨૦૨૪નાં રોજ પોતાના ઘરેથી નીકળી પાપડ આપવા માટે લિજ્જત પાપડ ફેક્ટરી વાલોડ ખાતે ગઈ હતી. તે દરમિયાન વાલોડનાં ઇદગાહ ફળિયા ખાતે રહેતો વિશાલ જેના પુરાનામની ખબર નથી તે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેમજ ફોસલાવી પટાવી તેનું અપહરણ કરી કાયદેસરનાં વાલીપણામાંથી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે સગીરાની માતાએ તારીખ ૦૨/૧૨/૨૦૨૪નાં રોજ વાલોડ પોલીસ મથકે યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application