Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી પાંચ દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી : કેરી અને ઘઉં સહિતનાં પાકને નુકસાનની ભીતિ

  • March 13, 2023 

ગુજરાતનાં વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાતભરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. માવઠાના વધુ એક રાઉન્ડથી કેરી, ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિ સર્જાતાં ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ દરમિયાન ડબલ સીઝન પણ અનુભવાય તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.








જોકે આવતીકાલે જ્યાં માવઠાની આગાહી છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, અમદાવાદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, કચ્છનો સમાવેશ થાય છે. આગામી પાંચ દિવસ દરમિયાન માવઠાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી, ૩-૪ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. આગામી ૩ દિવસ બાદ લઘુતમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.






આગામી પાંચ દિવસ આ જિલ્લામાં માવઠાની આગાહી...


તારીખ ૧૩ માર્ચ : બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, અમદાવાદ, તાપી, નર્મદા, સુરત, ભરૃચ, છોટા ઉદેપુર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, કચ્છ.

તારીખ ૧૪ માર્ચ: બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપી, ભાવનગર, અમરેલી, રાજકોટ, કચ્છ.

તારીખ ૧૫ માર્ચ: નર્મદા, તાપી, અમરેલી, રાજકોટ, કચ્છ.

તારીખ ૧૬ માર્ચ: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, કચ્છ.

તારીખ ૧૭ માર્ચ: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application