Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવી - ઉમરપાડા રોડ પર મોટર સાયકલ સ્લીપ થતાં એકનું મોત

  • August 20, 2022 

માંડવી તાલુકાનાં દેવગીરી ગામ નજીક માંડવી ઉમરપાડા રોડ પર મોટર સાયકલ સ્લીપ થઈ ગયા બાદ રોડના કિનારે આવેલા વૃક્ષ સાથે અથડાતાં મોટર સાયકલ સવાર બે યુવકોને ગંભીર ઇજા થઈ હતી. જે પૈકી એકનું સારવાર મળે એ પહેલા જ મોત થયું હતું.




આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના ઉમરપાડા ગામના પટેલ ફળિયામાં રહેતો રાજેશ નવજીભાઈ વસાવા ગત ગુરુવારે રાત્રે તેના મિત્ર અજિત જામલસિંગ વસાવા સાથે માંડવી ઉમરપાડા રોડ પરથી મોટર સાયકલ પર પસાર થઈ રહ્યો હતો. તે સમયે માંડવી તાલુકાનાં દેવગીરી ગામની સીમમાં મોટર સાયકલ ચાલક રાજેશ નવજી વસાવાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં મોટર સાયકલ સ્લીપ થઈ ગઈ હતી અને રોડના કિનારે આવેલા સાગના વૃક્ષ સાથે ભટકાઈ હતી. અકસ્માતમાં રાજેશ અને અજિતને ગંભીર ઇજા થતાં બંનેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અજિતનું સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. મૃતકના પિતરાઇ ભાઈ અવિનાશ ધરમસિંગ વસાવાની ફરિયાદના આધારે માંડવી પોલીસે રાજેશ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application