સુરતના માંડવી ખાતે આવેલ ગરાડીયા પુલ ઉપરથી પગપાળા પસાર થઈ રહેલ યુવતીને અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાનાં બગદાગામ ખાતે રહેતા ખાતરીયાભાઈ મોતીયાભાઈ વળવી જે ગામના અન્ય વ્યક્તિઓ સાથે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનાં વાટી ગામ ખાતે આવેલ સુગર ફેક્ટરીમાં શેરડીની કાપણી માટે આવ્યા હતા અને પડાવમાં રહેતા હતા.
જોકે, ગત તા.12નાં રોજ ખાતરીયાભાઈ અને તેમની પુત્રી મેલદી (ઉ.વ.આશરે 18) સાથે તેઓ ગામ જવા નીકળ્યા હતા અને તેઓ વાંસદાથી બસમાં બેસી મઢી ખાતે આવ્યા હતા અને ત્યાંથી જીપમાં બેસી ખેદપુર ત્રણ રસ્તા ઉપર પહોંચ્યા હતા અને ત્યાંથી સંજાણ સાત વાગ્યાની આસપાસ તેઓ પગપાળા માંડવી બસ સ્ટેન્ડ આવવા નીકળ્યા હતા અને તેઓ ગરાડીયા પુલ ઉપરથી રોડ સાઇડે પસાર થઈ રહ્યા હતા.
તે સમયે પુરઝડપે હંકારી આવેલ કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે મેલદીને અડફેટે લીધી હતી સર્જાયેલા અકસ્માતમાં મેલદીને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેને માંડવી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગે માંડવી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500