વલસાડનાં સ્ટેશન રોડ ઉપર પેરેડાઈઝ હોટલનાં પાછળનાં ભાગે આવેલ લેનવાળા સદનનાં ફ્લેટ નંબર ૩૦૧માં રહેતા સરલાબેન જગદીશભાઈ વાજપાઈ (ઉ.વ.૩૪) ગત તારીખ ૨૫/૦૪/૨૦૨૫ નારોજ રાત્રે નોકરીએથી પરત તેમના ઘરે જતા હતા. તે સમયે એક અજાણ્યા ઈસમે મહિલાને પકડીને મહોં દબાવી દઈ જબરદસ્તીથી ઢસડી લઈ જવાનો પ્રયાસ કરતા મહિલાએ બળ કરીને પોતાને છોડાવી લીધી હતી.
આ ફોન બળપૂર્વક ખેંચી લઇને ભાગવાનો દરમ્યાન આરોપીએ મહિલાનો મોબાઈલ લેવાનો પ્રયાસ કરતા મહિલાએ બૂમાબૂમ કરી ત્યાં નાંખીને ભાગી છૂટયો હતો. વલસાડ સીટી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને મહિલાની ફરિયાદને આધારે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે અલગ-અલગ ટીમ બનાવી ઘટનાસ્થળને સાંકળતા સીસી ટીવી કેમેરાના ફૂટેજો તપાસીને ટેકનીકલ સર્વેલન્સ અને ઘુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપી રાહુલ મનુ દેવીપૂજક (હાલ રહે.વાંકલ ચાર રસ્તા, તા.જી.વલસાડ, મૂળ રહે.જીતોડા રબારીવાસ,તા.ચાણસ્મા)ને ચાણસ્માથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application