Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ન્યુઝીલેન્ડનાં કર્માડેક ટાપુ ક્ષેત્રમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ : ભૂકંપનાં કેન્દ્રથી 300 કિલોમીટરની ત્રિજ્યામાં સુનામીની ચેતવણી

  • March 16, 2023 

ન્યુઝીલેન્ડમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર ન્યુઝીલેન્ડનાં કર્માડેક ટાપુથી દૂર 7.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હજુ સુધી કોઈપણ જાનહાની સમાચાર મળી રહ્યા નથી. USGSનાં નિવેદન અનુસાર ગતરોજ સવારે ન્યુઝીલેન્ડનાં ઉત્તરમાં કર્માડેક ટાપુ ક્ષેત્રમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ હતો. ભૂકંપ દરિયામાં આવ્યો હોવાથી નિષ્ણાતોનું કહેવું છે કે, ભૂકંપનાં કેન્દ્રથી 300 કિલોમીટરની ત્રિજ્યામાં સુનામી આવી શકે છે.





ન્યુઝીલેન્ડ દેશ ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ છે કારણ કે, તે વિશ્વની બે મુખ્ય ટેક્ટોનિક પ્લેટ પેસિફિક પ્લેટ અને ઓસ્ટ્રેલિયન પ્લેટની સરહદ પર આવેલું છે. તે તીવ્ર ભૂકંપના વાળા વિસ્તારના ક્ષેત્રની ધાર પર છે જેને રિંગ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે. ન્યુઝીલેન્ડમાં દર વર્ષે હજારો ભૂકંપ આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application