નેપાળનાં કાઠમંડુમાં ભૂકંપનાં જોરદાર આંચકા અનુભવાયા હતા. જોકે પાડોશી દેશમાં પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા, તો તેની અસર નેપાળને અડીને આવેલા ભારતનાં સરહદી રાજ્યોમાં પણ જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, બિહારનાં પટના સહિત અન્ય ઘણી જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે હજુ સુધી કોઈ જાનહાની કે જાનમાલના નુકશાનના અહેવાલ નથી. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી મળેલી માહિતી અનુસાર, નેપાળનાં કાઠમંડુમાં તારીખ 19 ઓક્ટોબરે બપોરે 2.52 કલાકે ભૂકંપ આવ્યો હતો.
જેમાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.1 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર કાઠમંડુથી 53 કિમી પૂર્વમાં હતું. તે જમીનની નીચે 10 કિમીની ઊંડાઈએ આવી હતી. જોકે બિહારનાં પટના સહિત અન્ય ઘણી જગ્યાએ લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. રિપોર્ટ અનુસાર પટના સિવાય અન્ય જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે. જોકે આ આંચકા હળવા જણાવવામાં આવી રહ્યા છે.
આ પહેલા બુધવારે સવારે લદ્દાખમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 8.07 વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર લેહ બેલ્ટથી 135 કિમી ઉત્તરપૂર્વમાં હતું. અધિકારીઓએ જણાવ્યું કે, કોઈ નુકસાનની જાણ થઈ નથી. તેમણે કહ્યું કે ભૂકંપ 34.92 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 78.72 ડિગ્રી પૂર્વ રેખાંશમાં 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. હિમાલયનો પ્રદેશ ભૂકંપ માટે સંવેદનશીલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500