લોકસભાની ચૂંટણી પુરી થયા બાદ આજે મંગળવારે મતગણતરી શરૂ થઈ હતી.આજે સવારથી જ મતગણતરી શરૂ થાય ત્યારથી જ રાજકારણ સાથે સંકળાયેલા અને ન સંકળાયેલા અનેક લોકો ટીવી અને ઈન્ટરનેટના માધ્યમથી પરિણામ અપડેટ જોઈ રહ્યાં છે.વહેલી સવારથી જ વિવિધ ચેનલ પર ચાલતી વિવિધ ડિબેટ સાથે ઈન્ટરનેટનો ઉપયોગ કરીને લોકો પરિણામ અંગે માહિતી મેળવતા રહ્યા હતા.અહીં લોકો સવારે નોકરી ધંધે તો ગયાં હતા પરંતુ સવારથી જ દરેક કચેરી અને ધંધાકીય સ્થળે ટીવી સ્ક્રીન ચાલુ જોવા મળ્યા હતા.દરેક સ્થળે માત્રને માત્ર લોકસભાની ચૂંટણી પરિમાણની ચર્ચા જ સાંભળવા મળી હતી. પરિણામોમાં ઉતાર ચઢાવ જોઈ અનેક લોકો ના મિજાજ બદલાતા જોવા મળ્યા હતા
ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા 2.31 લાખથી વધુ જંગી મતોથી જીત મેળવી
બારડોલી લોકસભા બેઠક પર લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઈ ગયું છે. બારડોલી લોકસભા બેઠક પર કમળ ખીલ્યું છે જેમાં ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા 2.31 લાખથી વધુ જંગી મતોથી જીત મેળવી છે.આપને અહી એ પણ જણાવી દઈએ છીએકે, કોંગ્રેસ તરફથી સિદ્ધાર્થ ચૌધરી ચૂંટણી મેદાનમાં હતા.
બારડોલી લોકસભા બેઠક પર મતદાન વિશે વાત કરીએ તો..
બારડોલી લોકસભા બેઠક પર મતદાન વિશે વાત કરીએ તો, 2009માં 57.80 ટકા, 2014માં 74.94 ટકા તો 2019માં 73.89 ટકા મતદાન થયું હતું. જો 2024 ની વાત કરીએ તો, બારડોલી બેઠક પર આ વખતે 64.81 ટકા મતદાન થયું હતું એટલે કે ગત ચૂંટણી કરતા 9.8 ટકા ઓછુ મતદાન થયું હતું. આ સિવાય આપણે બારડોલી લોકસભા અંતર્ગત આવતી વિધાનસભા બેઠકોના મતદાનની વાત કરીએ તો, વ્યારામાં 73.68 ટકા, નિઝર 79.64 ટકા, માંગરોળ 68.88 ટકા, માંડવી 74.58 ટકા, મહુવા 68.58 ટકા, કામરેજ 46.50 ટકા અને બારડોલીમાં 63.89 ટકા મતદાન થયું.
બારડોલી લોકસભા બેઠક પર 2019માં કોણ જીત્યું
બારડોલી લોકસભા બેઠકના 2019 ના પરિણામની વાત કરીએ તો, ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા અને કોંગ્રેસના તુષાર ચૌધરી વચ્ચે ખરાખરીનો જંગ થયો હતો. જેમાં પ્રભુ વસાવાને 7,42,273 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના તુષાર ચૌધરીને 5,26,826 મત મળ્યા હતા. અને પ્રભુ વસાવા 2,15,447 ના માર્જિનથી જીત્યા હતા અને સાંસદ બન્યા હતા.
બારડોલી લોકસભા બેઠકનો ઈતિહાસ
બારડોલી લોકસભા બેઠકના અત્યાર સુધીના તમામ પરિણામ પર નજર કરીએ તો, 2008ના નવા સિમાંકન બાદથી અત્યાર સુધીમાં ત્રણ ટર્મ ચૂંટણી લડવામાં આવી જેમાં 2009 માં કોંગ્રસ ઉમેદવાર તુષાર ચૌધરી તો 20014 અને 2019 માં ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાએ જીત મેળવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500