સુરતમાં વરસાદથી ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. સવારે બે કલાક વરસાદ મુસળધાર પડતા તંત્રની પ્રિ મોન્સુનની કામગિરીની જાણે પોલ ખુલી ગઈ હોય તેમ જોવા મળ્યું છે.કતારગામાં જળબંબાકારની સ્થિતિ મોડી રાત્રે સુરતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.
સુરત બેટમાં ફેરવાતા તંત્રની પોલ ખુલી ગઈ ગઈ હતી. નવસારી,જુનાગઢ બાદ સુરતમાં પણ મોડી રાતથી સવાર જોવા મળ્યો હતો. કતારગામ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. વિવિધ વિસ્તારોમાં ગટરના ઢાંકણા ખોલવા પડ્યા હતા.વરસાદના કારણે અનેક રહેણાંક વિસ્તારો અને બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. વહીવટીતંત્રે લોકોને સાવચેતી રાખવા વિનંતી કરી છે અને કોઈપણ અપ્રિય ઘટના અથવા કટોકટીના કિસ્સામાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે.
જો કે,સુરતના વિવિધ વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. સવારે 2 કલાક સુધી ભારે વરસાદ પડ્યો હતો. એ સમયે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સુરતમાં કેટલાક વિસ્તારોમાં તો 2થી 3 ઈંચ સુધીના વરસાદમાં નીચાણ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. સુરત સહીત નવસારી સહીતના દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો છે.નવસારી અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની સૌથી વધુ અસર થઈ છે લોકોને ડેમમાં કે તેની નજીક ન જવા ચેતવણી આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા માટે રેસ્ક્યુ ટીમો તૈનાત કરવામાં આવી છે.ત્યારે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં ભારે સ્થિતિ વરસાદના કારણે જોવા મળી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500