સુરત જિલ્લાના કડોદરા પોલીસની ટીમે વિસ્તારમાં મોબાઈલ ફોનની ચોરીના ગુના ઉકેલવા હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન તાતીથૈયા ગામેથી એક ઇસમને ઝડપી પાડ્યો હતો. કડોદરા પોલીસ સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે, તાતીથૈયા ગામે સહયોગ હોટલની સામે આવેલા નહેરના પુલીયા ઉપરથી ચોરી કરેલો મોબાઈલ ફોન લઈ એક ઇસમ જોળવા તરફથી ચાલતો-ચાલતો તાતીથૈયા તરફ આવી રહ્યો છે. અને તે સુરત ખાતે મોબાઈલ ફોન વેચવા માટે જનાર છે.
આ બાતામીને આધારે પોલીસે તાતીથૈયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમી મુજબનો ઈસમ આવી પહોંચતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ચોરીનો ફોન મળી આવ્યો હતો. જે બાદ પોલીસે પુછપરછ કરી તો તેણે તેની ઓળખ જગદીશ કરસનભાઈ કંટારીયા (ઉ.વ.૪૫, ધંધો-છૂટક મજૂરી, હાલ રહે. ઘર નંબર-૫૦૧, અયોધ્યા રેસિડન્સી, હલધરૂ ગામ, તા. કામરેજ) તરીકે આપી હતી. પોલીસે તેની અટક કરી તેની વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તેની સઘન પૂછતાછ કરતા તેણે ગઈકાલે તાતીથૈયા સહયોગ હોટલની સામે આવેલી નહેરની પાસેના ચાની ટપરી પર ચા પીવા માટે આવતા ગ્રાહકોની નજર ચૂકવીને બે મોબાઈલ ફોન ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500