Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર ચાલકે બાઈકને ટક્કર મારતાં 2નાં મોત

  • November 15, 2021 

સુરતનાં પલસાણા તાલુકાના તુંડી ગામની ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતા દેવીદાસ બચ્છુભાઈ રાઠોડ (ઉ.વ..45) શનિવારના રોજ પોતાના સાળા વિનોદ રસલ ચૌહાણ (રહે.સૃષ્ટિ રેસિડેન્સી,તુંડી,તા. પલસાણા) સાથે મોટરસાયકલ પર કડોદરા ગયા હતા. જ્યાંથી રાત્રે તેઓ પરત ફરી રહ્યા હતા તે સમયે મોટરસાયકલ વિનોદ ચલાવી રહ્યો હતો અને તે દરમિયાન બારડોલી કડોદરા રોડ પર ગંગાધરા નજીક તુંડી તરફ વળવા માટે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા.

 

 

 

 

 

તે સમયે બારડોલી તરફથી પુરઝડપે આવતી એક કાર નંબર જીજે/19/એએમ/6144નાં ચાલકે મોટર સાયકલને અડફેટમાં લેતા બંને મોટરસાયકલ સાથે દૂર સુધી ફેંકાય ગયા હતા. અકસ્માતમાં ગંભીર ઇજા થતાં બંનેને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે વિનોદભાઈને મૃત જાહેર કર્યા હતા જ્યારે દેવીદાસનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે સાળા-બનેવીના એક સાથે મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. બનાવ અંગે પલસાણા પોલીસે મૃતક દેવીદાસના પુત્ર જ્ઞાનેશ્વરની ફરિયાદના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application