વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM કિસાન સન્માન નિધિ યોજનાનાં 14માં હપ્તામાં દેશના 8.5 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ સાથે જ કુલ 17 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વર્ષમાં 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તા સાથે કુલ 6 હજાર રૂપિયા આપવામાં આવે છે આ યોજના હેઠળનો પ્રથમ હપ્તો એપ્રિલ-જુલાઈની વચ્ચે, બીજો હપ્તો ઓગસ્ટ-નવેમ્બર વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બર-માર્ચની વચ્ચે આપવામાં આવે છે.
સરકાર દ્વારા આ યોજના ખેડૂતોને આર્થિક મદદ આપવા માટે વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ONDC પર 1500 ખેડૂત ઉત્પાદક સંગઠનોને સામેલ કરવાની જાહેરાત કરી છે. આ સાથે ખેડૂતો ડિજિટલ પ્લેટફોર્મની મદદથી તેમની ઉપજને સીધી બજારમાં લઈ જઈ શકશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ 1.25 લાખ કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું છે. જો આ યોજનાની નોંધણીમાં કોઈ સમસ્યા આવી રહી છે, અથવા તમારા હપ્તાને લગતી કોઈ સમસ્યા છે, અથવા કોઈ અન્ય પ્રશ્ન છે, તો તેના માટે તમારે PM કિસાન સન્માનની સત્તાવાર વેબસાઇટ પર ફાર્મર કોર્નરમાં હેલ્પ ડેસ્ક પર જવું પડશે.
હેલ્પ ડેસ્ક પર ક્લિક કર્યા બાદ અહીં તમે તમારો આધાર નંબર, એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. ગેટ ડીટેઈલ્સ પર ક્લિક કરવા પર એક ક્વેરી ફોર્મ દેખાશે. અહીં ડ્રોપ ડાઉનમાં એકાઉન્ટ નંબર, પેમેન્ટ, આધાર અને અન્ય સમસ્યાઓ સંબંધિત વિકલ્પો આપવામાં આવ્યા છે. તમારી સમસ્યા અનુસાર તેને પસંદ કરો અને તેના લગતું વર્ણન નીચે લખીને સબમિટ બટન પર ક્લીક કરવાનું રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500