Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરામાં રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડ રોકવા માટે પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ બંધ કરાયું

  • November 17, 2023 

વડોદરા અને છાયાપૂરી સ્ટેશન પર યાત્રીઓની અવરજવરને સુવ્યવસ્થિત કરવા અને ભીડ નિયંત્રણ માટે આરપીએફ અને જીઆરપી કર્મચારીઓનો બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. કટોકટી વ્યવસ્થાપન અને સ્થિતિનું ધ્યાન રાખવા માટે રેલવે અધિકારીઓ ચોવીસ કલાક બંદોબસ્તમાં વ્યસ્ત છે. વડોદરા મંડળના વિવિધ સ્ટેશનો ઉપર તહેવારોની મોસમની ભીડને અનુલક્ષીને અને પ્લેટફોર્મ્સ અને એફઓબી સહિત રેલવે સંકુલોમાં યાત્રીઓની ભીડને નિયંત્રીત કરવા માટે કેટલાક આગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે અને આ સ્ટેશનો ઉપર ભીડ વ્યવસ્થાપનના યોગ્ય અમલીકરણ માટે કેટલીક વિસ્તૃત વ્યવસ્થાઓ કરવામાં આવી છે.



આ તહેવારોની મોસમમાં યાત્રીઓની સુવિધા માટે અને યાત્રાની માંગ પૂરી કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ ગંતવ્યો માટે વડોદરા અને છાયાપુરી સ્ટેશનોથી 19 ફેસ્ટિવલ ટ્રેનોની 19 ટ્રિપ્સ ચલાવવામાં આવી રહી છે. જેમાં વડોદરા-હરીદ્વાર, વડોદરા-કટિહાર, વડોદરા-ગોરખપુર, ઉધના-કટિહાર, અમદાવાદ-કટિહાર, અમદાવાદ-સમસ્તીપુર, અમદાવાદ-દરભંગા અને અમદાવાદ-બરૌની સ્પેશિયલ ટ્રેન સામેલ છે. સાથે જ વડોદરા અને છાયાપુરી સ્ટેશનો ઉપર એક-એક વધારાના UTS કાઉન્ટર ખોલવામાં આવ્યા છે. ભીડનું ધ્યાન રાખવા અને ભીડનું નિયંત્રણ કરવા માટે વડોદરા અને છાયાપુરી સ્ટેશનો ઉપર કર્મચારીઓનો અધિકતમ બંદોબસ્ત સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.



પ્રવેશ/નિકાસ સ્થળો અને પ્લેટફોર્મ્સ ઉપર ભીડને નિયંત્રીત કરવા માટે આરપીએફ અને જીઆરપી કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત, તમામ ટ્રેનોના પ્રત્યેક કોચ (રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ બંને)ના ગેટ ઉપર આરપીએફ/જીઆરપી કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર રહેશે સાથે જ સ્ટેશન સંકુલની પાસે સુરક્ષા વ્યવસ્થા માટે રાજ્ય સરકાર તરફથી વધારાની ટુકડીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેશન સુધી પહોંચવાના રસ્તાઓ ઉપર પણ ટ્રાફિક નિયંત્રિત કરવામાં આવ્યો છે જેથી મુસાફરો પ્લેટફોર્મ ઉપર સમયથી પહેલાં આવી શકે અને વધુ ભીડ થાય તો પ્રવેશને પ્રતિબંધિત કરી શકાય. સાથે જ, સ્ટેશન ઉપર ભારે ભીડને રોકવા માટે પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ પણ અટકાવી દેવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application