Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તિલકવાડાનાં ડાભેડ ગામે જમીન બાબતે ભાઈ-બહેન વચ્ચે મારામારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • June 20, 2023 

નર્મદાનાં તિલકવાડા તાલુકાનાં ડાભેડ ગામમાં જમીન બાબતે ભાઇ બહેન વચ્ચે માથાકુટ થતા ભાઇએ બહેનને પાવડા વડે મારમારી ઇજા કરતા ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર, કૈલાશબેન જેન્તીભાઈ તડવી (રહે.ગોરા કોલોની, તા.ગરુડેશ્વર, જી.નર્મદા)નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના પીયર ડાભેડ ગામે અગાઉ એક બે દિવસ પહેલા જમીનનાં ભાગ માટે બોલાવતા ત્યાં ગયેલા જેથી તેમનો ભાઇ ઈશ્વરભાઈ જેન્તીભાઈ તડવી (રહે.ડાભેડ ગામ, તા.તિલકવાડા જિ.નર્મદા) નાઓ ગમેતેમ ગાળો બોલી ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી તેના હાથનો પાવડાનો હાથો સગી બેનને માથાના પાછળનાં ભાગે મારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા તિલકવાડા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News