માહિતી વિભાગ દ્વારા સુરત, શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના પ્રથમ દિવસે બારડોલીનાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે બારડોલી તાલુકાની રૂવા ભરમપોર પ્રા.શા.માં ધો-૧ માં ૧, બાલવાટિકા- આંગણવાડીમાં ૨૫ ભૂલકાઓ, વરાડ મિશ્ર અને વરાડ શાળાઓમાં પ્રાથમિક શાળામાં ધો-૧માં બે, બાલવાટિકા અને આંગણવાડીમાં ૩૪ બાળકો સહિત કુલ ૧માં બે તથા બાલવાટિકા-આંગણવાડીમાં ૫૮ બાળકો સાથે કુલ ૬૦ બાળકોને ઉમંગભેર શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. શાળાની બાળાઓ દ્વારા સુંદર ગીતો પર અભિનયકૃતિઓ રજૂ કરી હતી. આ અવસરે ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવએ બાળકો અને વાલીઓમાં હકારાત્મકતાનું વાતાવરણ નિર્માણ કરનારો કાર્યક્રમ છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવની પ્રણાલી શરૂ કરી હતી જેના કારણે આજે બાળકો હસતાં હસતાં શાળાએ આવે છે અને આ શાળા પ્રવેશોત્સવમાં અધિકારીઓ અને પદાધિકારીઓ પણ શાળા આ ઉત્સવમાં બાળકોને પ્રવેશ કરાવે છે. બાળકો આજે શાળામાં અભ્યાસ કરી ડૉક્ટર,એન્જિનિયર અને સારા નેતા પણ બની શકે છે માટે બાળક ભણીગણીને આગળ વધે તે માટે શિક્ષકો અને વાલીઓએ જાગૃત બનીને કાર્ય કરવું પડશે. આજનું બાળકો આપણા દેશનું ભવિષ્ય છે
જેને શિક્ષકોએ શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તે માટે કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં શાળામાં મળેલ દાન દાતાઓનું ધરાસભ્ય દ્વારા સન્માન કરાયું હતું. શાળા દરમિયાન ૧૦૦ ટકા હાજરી આપેલ હોય એવા વિદ્યાર્થીઓ, બાળકોને આરોગ્ય કાર્ડ, શાળાના તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરાયું હતું. સાથે સાથે શાળામાં વૃક્ષારોપણ ધારાસભ્ય દ્વારા કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી તથા મહાનુભાવોના હસ્તે નાના ભૂલકાઓને સ્કૂલ બેગ, રમકડા, ચોકલેટની સાથે શૈક્ષણિક કિટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500