Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણનાં કણધા ગામે નજીવી બાબતની મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ

  • October 10, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં કણધા ગામનાં ગૌચર ફળીયમાં નજીવી બાબતે મારામારી થતાં ત્રણ જણાને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં  કણધા ગામ ગૌચર ફળીયમાં રહેતા ભગુભાઈ કેસુરભાઈ કોંકણી અને શીલાબેન અશ્વિનભાઈ કોંકણી નાંઓ ઘર પાસે જાહેર રોડ ઉપર ભગુભાઈ કેસુરભાઈ કોંકણી નાંએ લીલાબેન મહેશભાઈ કોંકણીનાં જેઠાણી નિરૂબેનનો છોકરો અશ્વિનભાઈ નાઓ જે મરણ પામેલ હતો. પરંતુ તેની વહુ શીલાબેન અશ્વિનભાઇ કોંકણી નાઓને દોઢેક વર્ષ પહેલા ભગુભાઇ લઈને જતો રહે હતો.


જે બાબતે ગામમાં ભેગા થયેલ ત્યારે તેઓ બંને જણા સમજેલા નહી અને તેઓ બંને સાથે રહેતા હતા અને તેની આગલી પત્ની લીલાબેન ભગુભાઈ કોંકણીનાઓ સાથે તેની જેઠાણી નિરૂબેન વાત કરતી હોય જે ભગુભાઈને ગમતું ના હતું જે વાતની અદાવત રાખી તારીખ ૦૮/૧૦/૨૦૨૪નાં રોજ સાંજના પોણા સાતેક વાગના સમયગાળામાં નિરુબેનને ગમેતેમ નાલાયક ગાળો આપી ઝપાઝપી કરી તેમની સાથે મારામારી કરી હતી. જેથી નિરુબેનને શરીરે મારમારતા તેણીને બચાવવા જતા લીલાબેન તથા તેની દિકરી મુન્નીને શરીરે થાપટ મારી તથા માંથામાં ઇજા પહોંચાડી હતી. તેમજ બીજી વાર જોઈ લઈશ તેવી ધમકીઓ આપી હતી. બનાવ અંગે લીલાબેન મહેશભાઈ કોંકણીનાં ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application