Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોલેરો ગાડીએ શાળાએથી ઘરે જતાં વિદ્યાર્થીઓને અડફેટે લેતાં ત્રણનાં મોત, ત્રણની હાલત ગંભીર

  • August 18, 2023 

બિહારનાં પશ્ચિમ ચંપારણનાં બેતિયામાં સ્કુલનાં બાળકોનો અકસ્માત થવાની મોટી ઘટના સામે આવી છે. અહીં ફુલ સ્પીડે આવી રહેલી બોલેરો ગાડીએ શાળાએથી ઘરે જતાં વિદ્યાર્થીઓને અડફેટે લીધા છે. જોકે આ ગંભીર અકસ્માતમાં બે બાળકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે એક બાળકનું હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. ઉપરાંત ત્રણ વિદ્યાર્થીઓ ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત મોતિહારી મુખ્ય માર્ગ પર મછલી લોક પાસે આજે બપોરે ત્રણ વાગે સર્જાયો છે.



મળતી અહેવાલો મુજબ, બેતિયા મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો છે. અહીં ધસમસતી આવી રહેલી બોલેરોએ સ્કુલેથી ઘરે જઈ રહેલા બાળકોને અડફેટે લીધા છે. મળતા અહેવાલો મુજબ આ અકસ્માતમાં ત્રણના મોત નિપજ્યા છે, જ્યારે ત્રણ વિદ્યાર્થી ગંભીર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોની મદદથી તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને બેતિયા જીએમસીએચ લઈ જવાયા છે, જ્યાં સારવાર દરમિયાન એક બાળકનું મોત નિપજ્યું છે. બોલેરો ડ્રાઈવર અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. અકસ્માત અંગે પોલીસે  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application