અમેરિકાથી ફરી એકવાર દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં વધુ એક ભારતીય યુવાનને સામાન્ય બાબતમાં ગોળી મારી મોતને ઘાટ ઉતારી દેવાનો મામલો સામે આવતા હડકંપ મચી ગયો છે. માહિતી અનુસાર અમેરિકામાં 29 વર્ષના એક ભારત વંશીય વ્યક્તિ ગૈવિનનાં લગ્ન એક મેક્સિકન યુવતી વિવિયાના જામોરા સાથે થયા હતા. ઈન્ડિયાના રાજ્યનાં એક શહેરમાં જ્યારે તે પોતાની કારમાં જઈ રહ્યો હતો ત્યારે એક પિક-અપ-વાન સાથે તેની ગાડી ટકરાતાં-ટકરતાં બચી ગઈ હતી. આ દરમિયાન ગુસ્સે થયેલો ગૈવિન પિક-અપ-વાનના ડ્રાયવર સાથે ઝઘડવા લાગ્યો.
તે સમયે તેના હાથમાં પિસ્તોલ પણ હતી. તેવામાં ઝઘડો તીવ્ર બનતાં પિક-અપ-વાનના ડ્રાઈવરે ગૈવિનને ગોળી મારી તેની હત્યા કરી નાખી. ગૈવિનને ગોળી મારી પિક-અપ-વાનનો ડ્રાઇવર તો વાન લઈ ફરાર થઇ ગયો હતો. તો બીજી તરફ ઇન્ડીયાના રાજ્ય પોલીસ તેમ પણ કહે છે કે પિક-અપ-વાનના ડ્રાઈવરે કદાચ સેલ્ફ ડીફેન્સમાં ગોળી મારી હતી. જોકે આ તર્ક ટકી શકે તેમ જ નથી કારણ કે ગૈવિને તે ડ્રાઇવર તરફ તો તેની ગન તાકી જ ન હતી.
આ ઘટના અંગે ગૈવિનની પત્ની વિવિયાનાએ પોલીસને જણાવ્યું હતું કે, ગોળી વાગ્યા પછી ગૈવિનના શરીરમાંથી લોહી નીકળતું હતું દરમિયાન એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી મેં તેને ટેકો આપી રાખ્યો હતો. તે સ્થિર ઉભો રહી શકતો ન હતો. એમ્બ્યુલન્સમાં હું તેને હોસ્પિટલ લઈ ગઈ. પરંતુ સારવાર દરમિયા જ તેનું નિધન થયું. જોકે પોલીસ તેમ પણ માને છે કે, પિક-અપ-વાનના ડ્રાઇવરે સેલ્ફ ડીફેન્સમાં ગોળી મારી હશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500