રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને કારણે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓના ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગ બઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી આપી છે.વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને વર્ષ 2022-23માં લેવાયેલી વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગ બઢતી આપવા અંગેનો તા.21/09/2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલું વર્ષ પુરતો મુલતવી રાખવામાં આવશે.
આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિમાણ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે.પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્ધિતિય સત્રાંત (વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી પરીક્ષાના પરિમાણની અસર વિદ્યાર્થીઓની વર્ગબઢતી પર લાગુ કરવાની રહેશે નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500