Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈસરોએ નેવિગેશન સેટેલાઈટ NVS-1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું

  • May 29, 2023 

પૃથ્વીથી લઈને અંતરિક્ષ સુધી ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરેલી છે. સોમવારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે, ઈસરોએ નેવિગેશન સેટેલાઈટ NVS-1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ સ્પેસક્રાફ્ટ નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટેલેશન સીરિઝનો એક ભાગ છે. ISRO આના દ્વારા મોનિટરિંગ અને નેવિગેશનના ક્ષેત્રમાં ક્ષમતા વધારવા માંગે છે. જયારે 2232 કિલોગ્રામનો ઉપગ્રહ (GSLV) શ્રીહરિકોટામાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં બીજા લૉન્ચ પેડથી જિયોસિંક્રોનસ સેટેલાઈટ લૉન્ચ વ્હીકલની મદદથી ઉડાન ભરી હતી. આ નેવિગેશન સેટેલાઇટમાં અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા બનાવવામાં રૂબિડિયમ એટોમિક ક્લોકનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.






આ રૂબિડિયમ એટોમિક ક્લોક સ્વદેશી બનાવટ છે. એવા કેટલાક દેશો છે કે જેમની પાસે આવી પરમાણુ ઘડિયાળો છે. આ ઘડિયાળ શ્રેષ્ઠ અને સચોટ સ્થાન, સ્થિતિ અને સમય જણાવવામાં મદદ કરે છે. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે Google મેપ કે Apple મેપનો ઉપયોગ તો કરતા જ હશો. તેને ગ્લોબલ પોજિશનિંગ સિસ્ટમ (GPS) કહેવાય છે, જે એક મફત સેવા છે. આ અમેરિકી સરકાર દ્વારા ઑર્બિટમાં ઉપગ્રહોની એક સીરીઝ મારફતે પ્રદાન કરવામાં આવે છે. હકીકતમાં, NavIC, GPSને ભારતનો જવાબ છે.






NavIC ઈસરો દ્વારા વિકસિત એક પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે જે ભ્રમણકક્ષામાં સાત ઉપગ્રહોનો એક સમૂહ છે, જે ગ્રાઉન્ડ સ્ટેશનો સાથે મળીને કામ કરે છે. આ નેટવર્ક સામાન્ય ઉપયોગકર્તાઓ અને સામરિક ઉપયોગકર્તાઓ એટલે સશસ્ત્ર દળો બંન્ને માટે નૌવહન સેવાઓ પ્રદાન કરે છે. સારી સ્થિતિ, નેવિગેશન અને ટાઈમિંગ માટે દેશમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પ્રણાલી વિકસિત કરવામાં આવી છે.






તેના નેટવર્કમાં આખા ભારત અને ભારતીય સરહદથી 1500 કિમી સુધીના વિસ્તાર સામેલ છે. તેને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે, સિગ્નલ 20 મીટર કરતાં વધુ સારી રીતે યુઝર પોઝિશનની ચોક્સાઈ અને 50 નેનોસેકન્ડ કરતાં વધુ સારી સમયની ચોકસાઈ પ્રદાન કરવા માટે રચાયેલા છે. સિસ્ટમનો ઉપયોગ ભૂમિગત, હવાઈ અને દરિયાઈ પરિવહન, લોકેશન-આધારિત સેવાઓ, વ્યક્તિગત ગતિશીલતા, સંસાધન દેખરેખ, સર્વેક્ષણ અને ભૂગણિત, વૈજ્ઞાનિક અનુસંધાન, સમય પ્રસાર અને જીવન સલામતી ચેતવણીના પ્રસારમાં કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News