Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચમાં આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો ‘શ્રી અન્ન’ (મિલેટ્સ) વાનગી હરીફાઈ યોજાઈ

  • July 21, 2023 

ડૉ.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે આઈ સી ડી એસ મહિલા અને બાળ વિકાસ, ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાનો શ્રી અન્ન (મિલેટ્સ) વાનગી હરીફાઈનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલની અધ્યક્ષપદે યોજાયો. આ કાર્યક્રમમાં અધ્યક્ષપદેથી અલ્પા બેન પટેલ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ નિમિત્તે પરંપરાગત શ્રી ધાન્ય(મીલેટ્સ) ના મહત્વને ઉજાગર કરવા માટેનો આ કાર્યક્રમ છે. વધુમાં શ્રી ધાન્યનો રોજિંદા આહારમાં ઉપયોગ કરવા પણ ઉપસ્થિત લોકોને આહવાહ્નન કર્યું હતું. આ ઉપરાંત પ્રમુખશ્રીએ આ વેળાએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જે પ્રકારે આપણા પરંપરાગત શ્રી ધાન્યને મહત્વને વિશ્વના મંચ પર ઉજાગર કર્યુ છે તે પ્રમાણે સ્થાનિક કક્ષાએ પણ આ પ્રકારનું કાર્યક્રમ યોજાય તે પણ સ્થાનિક કક્ષાએ શ્રી ધાન્ય અંગે જાગૃત્તિ લાવવા સ્તુત્ય પ્રયાસ થઈ રહ્યા છે.



વધુમાં આ સ્પર્ધાઓ સમગ્ર રાજ્ય કક્ષાના એ પ્રસરે તેવું નેમ વ્યક્ત કરી હતી.પ્રમુખશ્રીએ આ પ્રકારની સ્પર્ધાઓનો પ્રચાર-પ્રસારમાં સોશિયલ મીડિયાનો હકારાત્મક ઉપયોગ કરવાની પણ હિમાયત કરી હતી. આ પ્રસંગે મહિલા બાળવિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દેશમુખ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષીએ પણ પાસંગિક પ્રવચન આપ્યું હતું. આ વેળા હરિફાઈમાં પ્રથમ દ્રિતિય તથા તૃતિય ક્રમાંક હાંસલ કરનાર આંગણવાડી બહેનોને ઉપસ્થિત મહાનુભાવોના હૃસ્તે પ્રમાણપત્ર તથા ટ્રોફિ આપવામાં આવી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application