મનિષા એસ.સુર્યવંશી/તાપી : વ્યારાના ઇન્દુગામમાં પતિ પત્નીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું ઇન્દુ ગામના હોલી ફળીયા રહેતા અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતા અજયભાઈ જયંતીભાઈ ગામીત અને તેની પત્ની મેઘનાબેન અજયભાઈ ગામીતે તા.૧૯મી ઓક્ટોબરની રાત્રે ઘરના રસોડાના ભાગે આવેલ છતના પંખાના સળિયા સાથે લીલા જેવા કલરની નાઈલોનની દોરી બાંધી બંને છેડે ગાળિયો બનાવી બંને જણાએ ગળાના ભાગે પહેરી પોતાના ઘરે જ આપઘાત કરી મોતને વહાલું કરતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application