નવસારી જિલ્લા હોમગાર્ડઝ દળના નવસારી શહેર, બીલીમોરા, ચીખલી, ખેરગામ, વાંસદા યુનિટ ખાતે હોમગાર્ડઝદળમાં ભરતી થવા તા.૨૭/૧૦/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ સુધી જે ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવેલા છે તે ઉમેદવારોઍ સ્થળ પર જન્મતારીખ (લીવીંગ સર્ટિ), શૈક્ષણિક લાયકાતના સર્ટી, રહેઠાણના પુરાવા, ઇલેકશન કાર્ડ, આધારકાર્ડ અસલમાં તથા તેની પ્રમાણિત તથા તેની પ્રમાણતિ નકલ સાથે તથા સ્પોર્ટસ-રબર બુટ પહેરીને આવવા જણાવાયું છે.
હોમગાર્ડઝ દળમાં ભરતી થનાર વાંસદા ના ઉમેદવારોઍ તા.૨૪/૧૧/૨૦૨૧ ના રોજ રજીસ્ટ્રેશન નંબર ૦૧ થી ૩૦૦, તા.૨૫/૧૧/૨૦૨૧ ના રોજ વાંસદાના ઉમેદવારો રજીસ્ટ્રેશન નં- ૩૦૧ થી ૪૭૪, ખેરગામના ઉમેદવારો રજીસ્ટ્રેશન નં-૦૧ થી ૧૨૬, તા.૨૭/૧૧/૨૦૨૧ ના રોજ ખેરગામ રજીસ્ટ્રેશન નં-૧૨૭ થી ૧૭૩, ચીખલી રજીસ્ટ્રેશન નંબર-૦૧ થી ૨૦૫, બીલીમોરા રજીસ્ટ્રેશન નં- ૦૧ થી ૩૨ તેમજ તા.૨૮/૧૧/૨૦૨૧ ના રોજ બીલીમોરા શહેર રજીસ્ટ્રેશન નંબર ૦૧ થી ૧૦૦ ના ઉમેદવારોઍ સ્થળ પર હાજર રહેવું. આ ભરતી સવારે ૭-૦૦ કલાકે પોલીસ હેડ કવાર્ટસ ઍરૂ, પરેડ ગ્રાઉન્ડ નવસારી મેદાન પર યોજાશે. જેમાં તમામ ઉમેદવારોને સમયસર હાજર રહેવા જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડઝ, નવસારીની યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500