નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા હનુમાનબારીથી ધરમપુર માર્ગ પર ગત મોડી રાતે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ,એક બેકાબૂ બનેલી કારે મોપેડ સવાર અને રાહદારીઓને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી કારચાલક ફરાર થયો હતો. જ્યારે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અક્સમાતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ મામલે પોલીસે ગુનો નોંધી ફરાર કારચાલકની શોધખોળ આદરી છે.મળતી માહિતી મુજબ, વાંસદા તાલુકામાં આવેલા હનુમાનબારીથી ધરમપુર માર્ગ પર રવિવારની મોડી રાતે એક બેફામ આવતા કારચાલકે મોપેડચાલક અને પગપાળા ચાલતા બે યુવકોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત થતા સ્થાનિક લોકોનું ટોળું ભેગું થયું હતું અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી.
જો કે,આ અકસ્માતમાં દેવર નામના એક યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોને ગંભીર ઇજા થતા હોસ્પિટલ લઈ જવાયા હતા.એકનું ઘટના સ્થળે જ મોતસ્થાનિક પોલીસને અકસ્માત અંગે જાણ થતા પોલીસની એક ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક યુવકના મૃતદેહને પી.એમ અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ મામલે પોલીસે ફરાર કારચાલક સામે હત્યા સહિતનો ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500