Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી અપાઈ, તારીખ 19 ફેબ્રુઆરીથી સંભાળશે ચાર્જ

  • February 18, 2025 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારના નામને મંજૂરી આપવામાં આવી છે. કાયદા મંત્રાલયે આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક માટે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. જેમાં 1988 બેચના કેરળ કેડરના IAS અધિકારી ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે કાર્યરત છે. વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની આવતીકાલે 18 ફેબ્રુઆરીએ નિવૃત્તી બાદ 19 ફેબ્રુઆરી 2025થી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર ચાર્જ સંભાળશે.


દેશમાં નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર ચાર્જ સંભાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આગામી મુખ્ય ચૂંટણી કમિશનરના નામની ભલામણ કર્યા પછી તરત જ આ જાહેરાત કરવામાં આવી. આજે સોમવારે મળેલી પસંદગી સમિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ હતા. મુખ્ય ચૂંટણી કમિશનર રહેલા રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થવાના હતા. તેઓ મંગળવારે 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થશે. આમ રાજીવ કુમાર પછી જ્ઞાનેશ કુમાર સૌથી વરિષ્ઠ ચૂંટણી કમિશનર છે. તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધીનો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application