ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુરત થી પાલીતાણા અને સુરતથી શ્રીનાથદ્વારા જવા માટે બે નવી વોલ્વો સ્લીપર બસોને વાહન વ્યવહાર રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પાલીતાણા જૈન સમાજનું સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર છે. લોકોની માંગને ધ્યાને લઈ જીએસઆરટીસી દ્વારા બસો શરૂ કરવામાં આવી છે. સુરતના લોકોને વ્યાજબી ભાવે એસી સ્લીપર બસ સેવાનો લાભ મળશે. સાથે અન્ય રૂટો પણ શરૂ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પ્રથમ ૧૦૦ દિવસમાં ૯૦૦ થી વધુ બસો ગુજરાતમાં સેવામાં મુકવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બસો સુરતથી શ્રીનાથદ્વારા જવા માટે બપોરના ૩.૦૦ વાગે ઉપડીને રાત્રે ૨.૨૦ વાગે પહોચશે. પાલીતાણા માટે સાંજે ૬.૪૫ વાગે ઉપડીને રાત્રે ૩.૪૫ વાગે પહોચશે. જયારે શ્રીનાથદ્રારાથી સુરત આવવા માટે રાત્રે ૮.૦૦ વાગે તથા પાલીતાણાથી સુરત આવવા માટે રાત્રે ૭.૦૦ વાગે ઉપડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500