રવિભાઈ પટેલ/ સાબરકાંઠા : સરકારી વિનયન અને વાણિજય કૉલેજ,જાદર, જિ.સાબરકાંઠા ખાતે તા.૨૦/૧૦/૨૧, બુધવારના રોજ શરદપૂર્ણિમા નિમિત્તે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સપ્તધારા અંતર્ગત ગીત સંગીત નૃત્યધારા દ્વારા ગરબા સ્પર્ધા અને ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધા એમ બે કેટેગરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગરબા સ્પર્ધામાં પ્રથમ નંબરે ઝાલા પૂજા, દ્વિતીય નંબરે પટેલ રિયા અને નાયી કુંજન તેમજ તૃતીય નંબરે કાપડિયા જયવર્ધન વિજેતા જાહેર થયા હતા. જયારે ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધામાં પ્રથમ નંબરે ચેનવા સ્વાતિ, દ્વિતીય નંબરે પટેલ અલીશા અને તૃતીય નંબરે પટેલ અવની વિજેતા જાહેર થયા હતા.
આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ગરબા સ્પર્ધામાં પ્રા.ડૉ.ભક્તિ વૈષ્ણવ અને પ્રા.ડૉ.વૈભવી ત્રિવેદી તથા ટ્રેડિશનલ ડ્રેસ સ્પર્ધામાં નિર્ણાયક પ્રા.વિનિતા સાંદુ અને પ્રા.ડૉ. સંજવની સુવેરા રહ્યા હતા. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શ્રીમતી સોનલબેન જે. વણકર (સરપંચશ્રી, જાદર ગ્રામ પંચાયત, જાદર) અને શ્રી એન.એમ.ચૌધરી (પી.એસ.આઈ, જાદર પોલીસ સ્ટેશન, જાદર) ની વિશેષ ઉપસ્થિતિ રહેવા પામી હતી. જેમાં સરપંચ શ્રીમતી સોનલબેન જે. વણકર તરફથી દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન રૂપે બોલપેન ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને કૉલેજ સ્ટાફ પરિવાર ઉત્સાહપૂર્વક જોડાયો હતો. કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. હિમ્મત ભાલોડિયાના માર્ગદર્શનમાં આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન ગીત સંગીત નૃત્યધારા સમિતિના ડૉ. એચ.એસ.સુથાર, ડૉ. અવની ભટ્ટ અને ડૉ.નયનેશ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500