Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગરની પોક્સો કોર્ટે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદની સજા અને 40 હજારનો દંડ ફટકાર્યો

  • January 18, 2024 

ગાંધીનગરની પોક્સો કોર્ટે સગીરાનું અપહરણ કરીને ભગાડી જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધનારા યુવકને 20 વર્ષની કેદની સજા અને રૂપિયા 40 હજારનો દંડ ફટકાર્યો છે. વર્ષ-2019માં રખિયાલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ભોગ બનનાર સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જેનો કેસ પોક્સો કોર્ટમાં ચાલતા દલીલોના અંતે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. આ કેસની મળતી વિગતો પ્રમાણે રખિયાલ પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની સગીર દીકરીને પોલીસ તેમજ આર્મીમાં જોડાવવા માટે તાલીમમાં મૂકી હતી.



આ સમય દરમિયાન આ ત્રણ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી હતી અને સગીરાને ભગાડી ગયા હતા. આ મામલે 2019માં આ કેસની તપાસ કરતા પોલીસ ઈન્સ્પેક્ટરે ચાર્જશીટ કર્યું હતું અને કેસ ગાંધીનગર સ્પે.પોક્સો કોર્ટના જજ શ્રી એસ.ડી.મહેતાની કોર્ટમાં ચાલવામાં આવ્યો હતો. આ કેસમાં ભોગ બનનાર તેમજ અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી અને સરકારી વકીલ સુનીલ એસ પંડયા તથા વીથ પ્રોસીક્યુશન અલ્પેશ.કે.ભટ્ટ હાજર રહ્યા હતા અને સરકાર તરફી રજૂઆતો કરી હતી.




જેમાં ભોગ બનનાર 15 વર્ષની સગીરાને ધર્મેન્દ્ર ઉર્ફે રોકી ઉર્ફે ગુગો અશોકભાઈ પરમાર (રહે.કલાપીનગર,  મેઘાણીનગર, અમદાવાદ) અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો અને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ કેસમાં અન્ય બે આરોપીએ મદદગારી કરી હતી પણ કોર્ટે તેમણે નિર્દોષ છોડી મૂક્યા હતા. પોક્સો કોર્ટે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે રોકી ઉર્ફે ગુગોને 20 વર્ષની કેદ અને રૂપિયા 40 હજારનો દંડ ફટકાર્યો હતો. બીજી બાજુ કોર્ટ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનાર સગીરાને ચાર લાખ રૂપિયા વળતર પેટે ચૂકવી આપવા માટે પણ હુકમ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application