Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં હવેથી ધોરણ-1 થી 3માં અંગ્રેજી વિષય ભણાવાશે

  • June 06, 2022 

ગુજરાતના વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચો ન રહી જાય તે માટે હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં હવેથી ધોરણ-1 થી 3માં તમામ માધ્યમમાં જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે.જેમાં ધો-1 અને 2માં મૌખિક અને ધો-3માં પુસ્તકના માધ્યમથી અંગ્રેજી ભણાવાશે. તેવી જાહેરાત શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી છે.


પરંતુ હાલમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી બની ગયું છે અને તેવામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજીમાં પાછળ ન રહી જાય તે માટે સરકાર શરૂઆતથી જ આ વિષય ભણાવવાનું શરૂ કરશે. જેને લઈને આગામી સત્રથી ધોરણ-1 થી 3માં તમામ માધ્યમમાં અંગ્રેજી ભણાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચા ન રહી જાય. જેમાં ધો-1 અને 2માં મૌખિક અને ધો-3માં પુસ્તકના માધ્યમથી અંગ્રેજી ભણાવાશે. આ સાથે વિદ્યાર્થીઓને શબ્દો અને ચિત્રો દ્વારા અંગ્રેજી શીખવાડાશે. 


રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,ગુજરાતી વિષય તો ફરજિયાત રહેશે જ પરંતુ આ તેની સાથે અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે. વર્તમાન સમયમાં અંગ્રેજી આવડવું ઘણું મહત્વનું બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, મલ્ટિનેશનલ કંપનીમાં નોકરીની વાત હોય કે પછી વિદેશમાં જવા માટે અંગ્રેજી ભાષાની જરૂર પડે છે. જેથી સરકારના આ નિર્ણયથી બાળકો નાનપણથી જ અંગ્રેજીમાં પકડ મજબૂત બનાવશે તો આગળ જતાં તેમને તકલીફનો સામનો કરવો પડશે નહીં




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application