વ્યારાના કાકરાપાર રોડ પર મગદુમ નગરમાં આવેલ શ્રી ગણેશ સપ્લાયર્સ નામની દુકાનની સામે આવેલ ખુલ્લી જગ્યામાંથી લોખંડના સળીયાની ચોરી થઇ હોવાની ફરિયાદ કાકરાપાર પોલીસ મથકે નોંધાવા પામી હતી જોકે ફરિયાદ બાદ તપાસ કરી રહેલી પોલીસના હાથે લોખંડના સળીયા ચોરી કરતી ગેંગના ચાર જણા પકડાયા છે.
મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના કાકરાપાર રોડ પર મગદુમ નગરમાં આવેલ શ્રી ગણેશ સપ્લાયર્સ નામની દુકાનની સામે આવેલ ખુલ્લી જગ્યામાંથી તા.૧૦/૦૩/૨૦૨૩ ના કલાક-૧૯/૦૦ થી તા.૧૧/૦૩/૨૦૨૩ ના કલાક- ૦૮/૩૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે દુકાનદાર વિનોદ બુદ્દારામ જાતે અગ્રવાલ રહે, ઘર નં.સી/૩ ધારીવાલ સોસાયટી રિધમ હોસ્પીટલની પાછળ વ્યારા તા.વ્યારા નાઓની દુકાનની સામે ખુલ્લી જગ્યામાં મુકેલ ૧૦ એમ.એમ. ટી.એમ.ટી. લોખંડના સળીયાની ૩૦ ભારી જેનુ વજન આશરે ૨૦૦૦ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧,૩૦,૦૦૦/- નો મુદૃામાલ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયા હતા. બનાવ અંગે દુકાનદારએ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ દ્વારા તા.૨૯/૦૩/૨૦૨૩ નારોજ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવતા લોખંડના સળીયા ચોરી કરતા ગેંગના ચાર વ્યક્તિઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસના હાથે કોણ પકડાયું ??
- અશ્વિન ઉર્ફે ડેબો નવીનભાઈ ગામીત (ઉ.વ.૩૨) રહે,ઇન્દિરા કોલોની ઇન્દુગામ-વ્યારા
- વિરલ ઉર્ફે બુટ્ટો જીતુભાઈ ગામીત (૨૩) રહે, નાળું ફળિયું-વ્યારા
- જતીન ઉર્ફે બંટી સુનીલભાઈ ગામીત (૨૩) રહે, સિંગી ફળિયું-વ્યારા
- વિજય ઉર્ફે વીજલો શ્યામ શ્યામભાઈ ગામીત (ઉ.વ.૩૦) રહે, સિંગી ફળિયું-વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500