નવસારી રૂરલ પોલીસે શહેરના ઈટાળવા ત્રણ રસ્તા પાસેથી જલાલપોરના મંદિર ગામથી સુરત શહેરમાં કતલ કરવાના ઈરાદે ટેમ્પોમાં લઈ જવાતા ભેંસ અને પાડાઓને ઉગારી લીધા હતા. આ સાથે જ પોલીસે ટેમ્પોનો કબજો લઈ ચાર શખ્સની ધરપકડ કરી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી રૂરલ પોલીસે બાતમીનાં શહેરના ઈટાળવા ત્રણ રસ્તા જૂની આર.ટી.ઓ. કચેરી પાસે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન આવી પહોંચેલા પીકઅપ ટેમ્પોમાં તપાસ થતાં ટૂંકા દોરડાથી બાંધીને ઘાસચારા અને પાણી વગર ઠસોઠસ ભરેલા પશુઓ મળી આવ્યા હતા. આ પશુઓને જલાલપોર તાલુકાનાં મંદિર ગામથી સુરત શહેરના માનદરવાજા વિસ્તારમાં કતલ કરવાના ઈરાદે લઈ જવાતા હતા. આમ, એક ભેંસ અને બે પાડાઓને મુક્ત કરાવી પોલીસે ટેમ્પોના ડ્રાઈવર સાદિક રહીમ શેખ (ઉ.વ.૩૨., રહે.રૂમ નંબર ૬૦૧, શાસ્ત્રીનગર, રિંગરોડ, માનદરવાજા, સુરત) અને સમીર અબ્દુલ વહાબ શેખ (ઉ.વ.૨૦, રહે.સલીમભાઈની રૂમમાં,માછીવાડ,ચોકબજાર,સુરત), ઈમરાન ઈસ્માઈલ કુરેશી (રહે.ખ્વાજાનગર, માનદરવાજાસ શાસ્ત્રીનગરની બાજુમાં, સુરત) તથા ભેંસ અને પાડા ભરાવી આપનાર ઈકબાલ ફકીરભાઈ હાથીવાલા (રહે.પિંજારા ફળિયું, મંદિર ગામ, જલાલપોર)ને ઝડપી પાડયા હતા. પોલીસે પીકઅપ ટેમ્પો અને પશુઓ મળી રૂ.૨ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500