ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે સાથે રાજકીય ઉથલપાથલની શરૂઆત પણ થઈ ચૂકી છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી સાબરકાંઠા જિલ્લામાં સક્રિય બને છે ત્યારે ડો.તુષાર ચૌધરી ખેડબ્રહ્માથી ઉમેદવારી કરે તેવું હાલ તો નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
હાલ ચૂંટણી લડવાનું કોઈ નક્કી નથી અને પક્ષ કહે છે તો ઉમેદવારી માટે વિચાર કરીશ :- તુષાર ચૌધરી
કોંગ્રેસના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ કોંગ્રેસનો હાથ છોડી ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરી લીધો છે ત્યારે ખેડબ્રહ્મા બેઠક પર હાલ તો કોંગ્રેસ ના સક્ષમ ઉમેદવાર તરીકે કોઈ જોવા મળતું નથી ત્યારે તુષાર ચૌધરીએ ખેડબ્રહ્મા બેઠક પર ઉમેદવારી કરવાનું મન બનાવી લીધું છે જેને લઈને તુષાર ચૌધરી અવારનવાર સાબરકાંઠા જિલ્લાની અને ખાસ કરીને ખેડબ્રહ્મા વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે અને સક્રિય કોંગ્રેસી આગેવાનો સાથે બેઠકો ચલાવી રહ્યા છે,જોકે આગામી પાંચ તારીખે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આયોજન માટે સાબરકાંઠા જિલ્લાની કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી બેઠકમાં મીડિયા સમક્ષ તુષાર ચૌધરી વાત કરતા જણાવ્યું હતું કે,હાલ ચૂંટણી લડવાનું કોઈ નક્કી નથી અને પક્ષ કહે છે તો ઉમેદવારી માટે વિચાર કરીશ પરંતુ જે પ્રકારે તુષાર ચૌધરી સાબરકાંઠા જિલ્લામાં સક્રિય બન્યા છે જેને લઇને હાલ તો સ્થાનિકો તુષાર ચૌધરીની ખેડબ્રહ્મા બેઠક પરથી ચૂંટણી લડવાનું નિશ્ચિત માની રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500