Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા

  • November 07, 2021 

કરોડો રૂપિયાના મની લોન્ડ્રિંગ મામલામાં ધરપકડ કરાયેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને મુંબઈની હોલિડે કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ઈડીએ કોર્ટ પાસે અનિલ દેશમુખની 9 દિવસની કસ્ટડીની માંગ કરી હતી. પરંતુ કોર્ટે કસ્ટડી આપી નહીં. ઈડીએ મની લોન્ડ્રિંગના મામલામાં દેશમુખની 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલી પૂછપરછ બાદ 1 નવેમ્બરની મોડી રાત્રે ધરપકડ કરી હતી. આગામી દિવસે દેશમુખને કોર્ટે 6 નવેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યા હતા. હવે કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. 

 

 

 

 

Mumbai | Special PMLA court sends former home minister of Maharashtra Anil Deshmukh to 14-day Judicial custody. He was arrested on Nov 1 in a money laundering case. pic.twitter.com/1RYKGoXa6F

— ANI (@ANI) November 6, 2021

 

 

 

 

મની લોન્ડ્રિંગનો આ મામલો મહારાષ્ટ્ર પોલીસમાં કથિત વસૂલી ગેંગ સાથે જોડાયેલો છે. ઈડીએ સીબીઆઈ દ્વારા 21 એપ્રિલે એનસીપી નેતા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કર્યા બાદ દેશમુખ અને તેના સાથીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. સીબીઆઈએ દેશમુખ પર ભ્રષ્ટાચાર અને સત્તાવાર પદના દુરૂપયોગના આરોપોનો કેસ દાખલ કર્યો હતો. ઈડીનો આરોપ છે કે દેશમુખે રાજ્યના ગૃહમંત્રી રહેવા દરમિયાન પોતાના સત્તાવાર પદનો દુરૂપયોગ કર્યો અને સસ્પેન્ડ પોલીસકર્મી સચિન વાઝે દ્વારા મુંબઈના વિવિધ બાર અને રેસ્ટોરન્ટથી 4.70 કરોડ રૂપિયાથી વધુ ભેગા કર્યા. દેશમુખે પૂર્વમાં આ આરોપોનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે એજન્સીનો આ મામલો એક વિવાદિત પોલીસ અધિકારી (વાઝે) દ્વારા આપવામાં આવેલા દુર્ભાવનાપૂર્ણ નિવેદનો પર આધારિત હતો. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application