ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હજી જુગારની પ્રવૃત્તિ અટકવાનું નામ લેતી નથી ત્યારે રાધેજા ગામમાં જુગાર રમવા માટે બેઠેલા પાંચ જુગારીઓને પેથાપુર પોલીસે ઝડપી લઈને ૧૪ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.
તે સમયે બાતમી મળી હતી કે, રાંધેજાથી કોલવડા જવાના માર્ગ ઉપર બિલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળીને તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે અહીં દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે અહીંથી જુગાર રમતા રાંધેજા ગામના જીગ્નેશ અમરતભાઈ રાવળ, રાજુ રમણભાઈ રાવળ, બાલાજી પુંજાજી પઢાર, બીપીન ભવનજી ચૌહાણ અને લાલાભાઇ કાનાભાઈ રાવળને જુગાર રમતા ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૧૪ હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500