પશ્ચિમ બંગાળનાં દક્ષિણ 24 પરગણા જિલ્લાનાં ચિંગરીપોટામાં એક ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટમાં ત્રણ લોકોએ મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસે ઘટના સ્થળેથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકોમાં બે માતા-પુત્રીનો સમાવેશ થાય છે. જેમના નામ જયશ્રી ઘાંટી અને પંપા ઘાંટી છે. ત્રીજા મૃતકનું નામ યમુના દાસ છે. બનાવની વિગત એવી છે કે, જિલ્લાનો ચિંગરીપોટા વિસ્તાર ફટાકડા ઉદ્યોગ માટે ખુબ જ પ્રખ્યાત છે.
જે ફટાકડાની ફેક્ટરીમાં રવિવારે બ્લાસ્ટ થયો હતો, તે ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર હતી. દક્ષિણ 24 પરગણાના આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીઓ આવેલી છે. અગાઉ 2021માં અભય ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના બની હતી, જેમાં ત્રણથી વધુ લોકોનાં મોત થયા હતા. રવિવારે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એક અઠવાડિયા પહેલા (16મી મેએ) પૂર્વ મેદિનીપુર જિલ્લાના એગ્રા ખાતે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં 12 લોકોનાં મોત થયા હતા. આ ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખી ઈમારત ધરાશાયી થઈ હતી. આ ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં આવેલી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઈગ્રાની ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં બોમ્બ વિસ્ફોટની ઘટના અંગે તપાસના આદેશ આપી દીધા છે. ઉપરાંત મમતા બેનર્જીએ મૃતકોના પરિવારજનોને 2.5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી. ઈજાગ્રસ્તોને 1-1 લાખ આપવાની જાહેરાત કરાઈ છે. તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા ઈજાગ્રસ્તોની સારવાર હોસ્પિટલમાં મફત કરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500