Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં સરકારમાં કાર્યરત મંત્રીઓ અને કર્મચારીઓ માટે નાણાં વિભાગે પ્રવાસ લઈને TA-DAમાં ફેરફાર કર્યા

  • November 10, 2024 

ગુજરાત સરકારમાં કાર્યરત મંત્રીઓ અને કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નાણાં વિભાગે કર્મચારીઓના પ્રવાસને લઈને TA-DAમાં ફેરફાર કર્યા છે. જે અંગે વિસ્તૃત નિયમો સાથે નાણાં વિભાગે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે. જે અનુસાર હવેથી હવાઈ અને રેલવે મુસાફરીને લઈને પણ નિયમો નક્કી કરાયા છે. હવેથી હવાઈ મુસાફરી વિભાગના વડા નક્કી કરે તેવા અધિકારીઓ જ કરી શકશે. પે સ્કેલ લેવલ 10 કે તેનાથી ઉપરના અધિકારીઓ જ હવાઈ મુસાફરી કરી શકશે. આ ઉપરાંત કોઈપણ અધિકારી કે મંત્રી ફર્સ્ટ ક્લાસ કે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી શકશે નહીં તથા પ્રવાસ માટે 500 કિ.મી.થી દૂર સ્થળ હશે તો જ હવાઈ મુસાફરી કરી શકાશે. આ ઉપરાંત ટ્રેનના પ્રવાસ માટે કેટેગરી પ્રમાણે પ્રવાસ કરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application