સોનગઢના નાની ખેરવાણ ગામે રહેતાં સંજયભાઇ કાંતિલાલ ગામીત ખેતી કરી ગુજરાન ચલાવે છે. ગામમાં જ રહેતાં સંજયભાઇના માસી વનિતા બહેન ગામિતે તાજેતરમાં ટ્રેકટર અને જેસીબીની ખરીદી કરી હતી.આ બાબતે સંજયનો નાનોભાઈ નવીન માસી વનિતા બહેનના પતિ વિશે અપમાન જનક શબ્દો બોલી જેસીબી અને ટ્રેકટરમાં હિસ્સો માંગતો હતો અને ઝઘડો કરતો હતો. આથી ફરિયાદી સંજયભાઈ પોતાના ભાઈ નવીનને સમજાવવા માટે ગયો હતો કે માસી વયોવૃદ્ધ છે અને તેમની મહેનતથી ટ્રેકટર અને જેસીબી લીધા છે. તું એમની સાથે ખોટી રીતે ઝઘડો ન કર. આ સાંભળતા જ નવીન ગામીત ઉશ્કેરાયો હતો તેણે નજીકથી લાકડું ઉંચકી તેના વડે સંજયને પગમાં સપાટો મારી દીધો હતો.
આ જ સમયે ત્યાં આવેલા પિતા કાંતિલાલ ગામિતે પણ આરોપી પુત્ર નવીનનો પક્ષ લઈ સંજયને હથિયાર વડે માથામાં ઘા મારી દીધો હતો. આ બનાવમાં સંજયભાઇને માથામાં ઇજા થતાં તેમને લોહી લુહાણ સ્થિતિમાં સારવાર અર્થે સોનગઢ સરકારી દવાખાને ખસેડ્યા હતા. બનાવ સંદર્ભે સંજય ગામિતે નાનાભાઈ નવીન ગામીત અને પિતા કાંતિલાલ ગામીત સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application