Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના રેલ્વે સ્ટેશન વિસ્તારના લોકોમાં ભયનો માહોલ : કોઈએ લાકડાના સપાટા માર્યા તો કોઈએ પંચ માર્યો, યુવાનોના માથા ફૂટ્યા

  • May 21, 2022 

વ્યારામાં મોટર સાયકલથી કટ મારવા બાબતે પૂછવા ગયેલા મિત્રોને મહિલાઓ સહિત આશરે ૧૦થી ૧૫ જેટલા લોકોના ટોળાએ બોલાચાલી કરી માથામાં લાકડાનો સપાટો મારતા મામલો ગરમાયો હતો.જેને લઇ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.વ્યારાના રેલ્વે સ્ટેશન એરિયામાં રાત્રીના સમયે સાઉથની મુવીમાં થતી લડાઈ જેવા દ્રશ્યો સર્જાયા હતા.જેમાં ઈજાગ્રસ્ત બે મિત્રોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા લઇ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.જોકે બાદમાં વ્યારા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇ સામસામે ફરિયાદ દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે.


જય મૈસુરીયાએ જણાવ્યું હતું કે,સ્ટેશન રોડ એરિયામાં રહેતો ફરદીન અને તેનો બીજો એક મિત્ર મોટર સાયકલ ઉપર કટ મારીને ગયો હતો,જેથી તેઓને કહેવા જતા બંને મિત્રોએ માર માર્યો

મળતી માહિતી અનુસાર વ્યારાની એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને નવી વસાહતમાં રહેતો વિસમયભાઈ અજયભાઈ જાધવે આ મામલે વ્યારા પોલીસને ફરિયાદ આપતા જણાવ્યું હતું કે,તેઓ ગુરુવારની રાત્રીએ આશરે આઠેક વાગ્યાના અરસામાં સયાજી ગ્રાઉન્ડની પાળી ઉપર બેસવા માટે ગયો હતો,ત્યાં વિજેન્દ્ર,વીકી અને પ્રશાંત મળી ગયા હતા.બાદમાં કેકની દુકાન પર કેકનો ઓર્ડર આપવા જતા હતા તે વખતે જય દિનેશભાઈ મૈસુરીયાએ ફોનથી જણાવેલ કે,બે જણાએ બેટથી માર્યું છે, તું સ્ટેશન રોડ પર પાનના ગલ્લાની દુકાન પાસે આવ, ફોન કોલ આવતા જ વિસમયભાઈ અને સાગર રાણા સાથે પાનના ગલ્લાની દુકાન પાસે પહોંચ્યા હતા. તે વખતે જય મૈસુરીયાએ જણાવ્યું હતું કે,સ્ટેશન રોડ એરિયામાં રહેતો ફરદીન અને તેનો બીજો એક મિત્ર મોટર સાયકલ ઉપર કટ મારીને ગયો હતો,જેથી તેઓને કહેવા જતા બંને મિત્રોએ માર માર્યો, દરમિયાન રીક્ષિત રાણા, વીકી ગામીત,કૌશલ અને મિહિર પણ અલગ અલગ મોટર સાયકલ પર પાનના ગલ્લા પાસે પહોંચ્યા હતા,જોકે સાક્ષીર ટેલર અને રોનક પટેલ પહેલાથી ત્યાં હાજર હતા. તે વખતે જયને ફરદીને માર માર્યો હોવાથી તમામ મિત્રોએ ફરદીન સાથે વાત કરવા જવાનું નક્કી કરી રાત્રે આશરે સાડા નવેક વાગે સ્ટેશન રોડ પર આવેલ ફરદીનના ઘર પાસે પહોંચ્યા હતા જોકે ત્યાં કોઈ મંડપ પડ્યું હોય,ત્યાં જઈને ફરદીનનું ઘર ક્યાં છે ?? પૂછતા ફરદીનના મોટા પપ્પાએ જણાવ્યું હતું કે, બોલો અમે ફરદીનના ઘર વાળા છીએ, તે સમયે વિસમયએ કહ્યું હતું કે, ફરદીન મારા મિત્ર જયન માર મારી આવ્યો છે તો કયા કારણથી માર્યો છે ?? તે પૂછવા આવ્યા છે. જોકે દરમિયાન ફરદીનના મોટા પપ્પા જોરજોરથી કહેવા લાગ્યા હતા કે, તમે અહીંયા આવ્યા જ કેમ ?? તેવું કહેવા લાગતા ફળીયામા રહેતો જાવેદ ઉર્ફે માયા, સાહિલ અન્સારી, ઈમ્તિયાઝ તથા બીજા જેન્ટ્સ-લેડીશ મળી આશરે ૧૦થી ૧૫ લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું.


ઈજાગ્રસ્ત હાલતમાં વિસમયભાઈ દોડતા દોડતા રોડ તરફ ભાગ્યો હતો.ત્યાંથી મિત્રની મોટર સાયકલ પર બેસી જનરલ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરાતા માથામાં પાંચ જેટલા ટાકા આવ્યા હતા.બાદમાં પાછળથી સાક્ષીર ટેલરને પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો 

જોતજોતામાં બોલાચાલી થયા બાદ અહીનો માહોલ ગરમાતા પાછળથી રીક્ષિત રાણા, વીકી ગામીત,કૌશલ અને મિહિર પણ મંડપ પાસે દોડી આવ્યા હતા. તે વખતે બોલાચાલી વધી જતા ફરદીનના મોટા પપ્પાએ લાકડા વડે વિસમયને માથામાં મારી દેતા લોહીલુહાણ થયો હતો. તે વખતે ફરદીન પણ ઘરમાંથી બહાર દોડી આવી લાકડા વડે સાક્ષીરના માથામાં સપાટો માર્યો હતો. તેમજ સાહિદ અન્સારી જાવેદ ઉર્ફે માયા ઈમ્તિયાઝ નાઓ સાક્ષીરને માર મારવા લાગ્યા હતા અને અને ટોળાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત હાલતમાં વિસમયભાઈ દોડતા દોડતા રોડ તરફ ભાગ્યો હતો.ત્યાંથી મિત્રની મોટર સાયકલ પર બેસી જનરલ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરાતા માથામાં પાંચ જેટલા ટાકા આવ્યા હતા.બાદમાં પાછળથી સાક્ષીર ટેલરને પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલ આ મામલે વ્યારા પોલીસે વિસમય જાધવની ફરિયાદના આધારે ફરદીન,ફરદીનના મોટા પપ્પા, સાહિલ અન્સારી, જાવેદ ઉર્ફે માયા, ઈમ્તિયાઝ,ફરદીનનો મિત્ર સહિત જેન્ટ્સ-લેડીશ લોકોનું ટોળું વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.


અદાવત રાખી જય મૈસુરીયાએ ફરીદનખાનને પાનના ગલ્લા ઉપર બોલાવી તેની સાથે બોલાચાલી ઝપાઝપી કરી ઝગડો કર્યો હતો.

જોકે બાદમાં ફરીદનખાન ઈમ્તિયાઝખાન પઠાણ રહે.રેલ્વે સ્ટેશન રોડ-વ્યારા નાઓએ પણ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, મોટર સાયકલ ઉપર બેસી સયાજી ગ્રાઉન્ડ તરફના કટ પાસે રોડ ક્રોસ કરવા જતા સામેથી એક મોપેડ ઉપર કેક લઈને ત્રણ છોકરીઓ પસાર થતી હતી તેઓ નીચે પડી જતા રહી ગયેલી જોકે ફરીદનખાન છોકરીઓને ઓળખતા હોય જેથી તેઓ મોટર સાયકલ લઇ મોપેડ ઉપર જતી છોકરીઓને પાછળ જઈ તેઓને કોઈ નુકશાન થયેલ નતી તેમ પૂછવા ગયા હતા. જેની અદાવત રાખી જય મૈસુરીયાએ ફરીદનખાનને પાનના ગલ્લા ઉપર બોલાવી તેની સાથે બોલાચાલી ઝપાઝપી કરી ઝગડો કર્યો હતો. ત્યારબાદ જય મૈસુરીયાએ સાગર રાણા, નિકુંજ રાણા, નીલ મૈસુરીયા, વિસમય જાધવ તથા બીજા છ થી સાત જણાનું ટોળું બનાવી અલગ અલગ મોટર સાયકલો ઉપર ફરદીનખાન ઘર આગળ જઈ ત્યાં ફરદીનખાનને ઢીકા મુક્કીમો માર માર્યો હતો તે વખતે ત્યાના લોકો વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો તેમજ સાગર રાણાએ ફરદીનખાનના કપાળમાં પંચ મારી લોહી લુહાણ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ મામલે ફરદિનખાનની ફરિયાદના આધારે વ્યારા પોલીસે જય મૈસુરીયા, વિસમય જાધવ,સાક્ષીર ટેલર, સાગર રાણા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, આમ આ મામલે વ્યારા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇ સામસામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application