ઉત્તરપ્રદેશનાં સહારનપુરમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં ભાજપના નેતાએ પોતાની પત્ની અને ત્રણ બાળકોને ગોળી મારી દીધી છે. આ ઘટનામાં બે બાળકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા છે, જ્યારે પત્ની અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થયા છે. સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બધાને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડોક્ટરો દ્વારા મૃત જાહેર કર્યા બાદ પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. બીજી તરફ પોલીસની દેખરેખ હેઠળ ભાજપ નેતાની પત્ની અને એક બાળકની સારવાર કરવામાં આવી રહી છે.
પોલીસે આરોપી ભાજપ નેતાની ધરપકડ કરી લીધી છે. આરોપી ભાજપ નેતાની ઓળખ યોગેશ રોહિલા તરીકે થઈ છે, જેઓ સહારનપુર જિલ્લા કારોબારીના સભ્ય છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેઓ લાંબા સમયથી માનસિક રીતે બીમાર હતા. જોકે, હજુ સુધી પોલીસ દ્વારા આ ઘટનાનું કોઈ નક્કર કારણ આપવામાં નથી આવ્યું. પોલીસે જણાવ્યું કે, સહારનપુરના ગંગોહ વિસ્તારના સંગાથેડા ગામના નિવાસી ભાજપ નેતા દ્વારા આ ઘટનાના સમાચારથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ એસપી રૂરલ ફોરેન્સિક ટીમ અને પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચ્યા અને કેસની તપાસ શરૂ કરી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ આરોપી યોગેશ રોહિલાએ ન તો ભાગવાનો પ્રયાસ કર્યો કે ન તો કોઈને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો.
બલ્કિ તેણે ખુદ SSP, CO અને પોલીસ અધિકારીને ફોન કરીને કહ્યું કે મેં મારી પત્ની અને બાળકોને ગોળી મારી દીધી છે. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી. પોલીસે જણાવ્યું કે, 'આટલી મોટી ઘટના પાછળના હજુ સુધી કોઈ ઠોસ કારણો સામે નથી આવ્યા. ભાજપ નેતાના બે બાળકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયુ હતું, જ્યારે તેમની પત્ની અને એક બાળક ગંભીર રીતે ઘાયલ હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેની હાલત હોસ્પિટલમાં ગંભીર છે. હાલમાં પોલીસ આ ઘટના પાછળના કારણોની તપાસ કરી રહી છે.'
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500