Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યાજખોરો બમણું વ્યાજ વસૂલ્યા બાદ પણ ઘરે આવીને બિભત્સ ગાળો બોલતા,આધેડે દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો

  • April 13, 2023 

અમદાવાદના ન્યૂ રાણિપ વિસ્તારમાં રહેતા હિતેષ ભાઈ રાઠોડ ફર્નિચર કામ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. તેમની દીકરીના લગ્ન હોવાથી તેમના ઘરમાં પૈસાની જરૂર હોવાથી તેમણે પાંચ વર્ષ પહેલાં કલ્પેશ મિસ્ત્રી નામના વ્યક્તિ પાસેથી ચાર ટકા વ્યાજે ત્રણ લાખ રૂપિયા લીધા હતાં. જેના પેટે મકાનનમા કાગળો આપ્યા હતાં. તેમણે આ કલ્પેશને અત્યાર સુધીમાં સાત લાખ વીસ હજાર રૂપિયા ચૂકવી આપ્યાં છે.


તે ઉપરાંત તેમણે મુકેશ પંચાલ નામના વ્યક્તિ પાસેથી પાંચ ટકા વ્યાજે 50 હજાર રૂપિયા લીધા હતાં. તેને વ્યાજ સહિત કુલ એક લાખ વીસ હજાર ચૂકવી આપ્યા હતાં.જ્યારે હિંમત મિસ્ત્રી પાસેથી એક લાખ ચાર ટકાના વ્યાજે લીધા હતાં જેની સામે એક લાખ 47 હજાર રૂપિયા ચૂકવી આપ્યા હતાં. તથા પ્રભાત રબારી પાસેથી અઢી લાખ રૂપિયા લીધા હતાં અને તેને વ્યાજ સહિત સાડા સાત લાખ રૂપિયા ચૂકવ્યા હતાં.




આટલી રકમ ચૂકવી હોવા છતાં આ વ્યાજખોરો મુડી અને તેનું વધુ વ્યાજ માંગતાં હતાં. તેઓ ઘરે આવીને પરિવારની સામે જ ગંદી ગાળો બોલીને ધમકીઓ આપતાં હતાં. જેથી હિતેષ રાઠોડે કંટાળીને ઉંદર મારવાની દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેમના દીકરા અને ભત્રીજાએ તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યાં હતાં. ત્યાર બાદ તેમણે વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application