ચીખલી તાલુકાના થાલા ગામનાં ગૌચરણ ફળિયા ખાતે રહેતા રવલીબેન ઝીણાભાઈ હળપતિ (ઉ.વ.૭૮) રવિવારની સાંજના સમયે થાલા કોલેજ સર્કલથી આલીપોર ડેરી રોડ ઉપર આવેલા બાલાજી સિરામિક સામે સાંજના સાતેક વાગ્યાના અરસામાં રોડ ક્રોસ કરી રહ્યા હતા.
તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લેતા ગંભીર ઈજા થતા ૧૦૮ મારફતે પ્રથમ ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં તેણીને ખસેડવામાં આવ્યા હતા. તેણીને વધુ સારવારની જરૂર હોય વલસાડ સિવિલ ખાતે લઈ જતી વેળા વધુ તબિયત લથડતા તેણીને ફરી પાછી સ્પંદન હોસ્પિટલમાં લાવવામાં આવતા જ્યાં ફરજ ઉપરના તબીબે તેણીને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના પુત્ર મંગુભાઈ ઝીણાભાઈ હળપતિ (ઉ.વ.૫૬)એ ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application