આઈપીએસ અધિકારીની દીકરી સોનાની તસ્કરી કરતા ઝડપાઈ હતી તે ઘટનાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. રાન્યા રાવ બેંગલુરુ એરપોર્ટ પર 14.2 કિલોગ્રામ સોનાની તસ્કરી કરતી ઝડપાઈ હતી. વારંવાર રાન્યા રાવ દુબઈની મુસાફરી કરતી હોવાથી ડીઆરઆઈ અધિકારીઓને તેના પર શંકાઓ ગઈ હતી. એકવાર તેની તપાસ કરવામાં આવી તો 14.2 કિલો સોનું ઝડપાયું હતું. પોલીસ અધિકારીની દીકરી રાન્યા રાવ કન્નડ ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી પણ છે. અત્યારે તેની સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
EDએ કર્ણાટકમાં પણ આઠ સ્થળો પર દરોડા પાડ્યા
આ કેસમાં હવે રાન્યા રાવની મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે, ઈડી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે EDએ કર્ણાટકમાં પણ આઠ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ સાથે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ બેંગલુરુમાં રાન્યા રાવના પતિ જતીન વિજયકુમાર હુકરી સાથે જોડાયેલા નવ સ્થળો પર દરોડા પાડ્યા હતા. CBI, ED અને DRI જેવી ત્રણ એજન્સીઓ દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે.
રાન્યા રાવ 15 દિવસમાં 4 વખત દુબઈની ટ્રીપ કરતી હતી
રાન્યા રાવ વારંવાર દુબઈના પ્રવાસે જતી હતી, જો કે, તે પોલીસ અધિકારીની દીકરી હોવાના કરાણે તેની કોઈ તપાસ પણ કરવામાં નહોતી આવતી. પરંતુ વારંવાર દુબઈની ટ્રીપ પર જતી હોવાથી અધિકારીઓને શંકાઓ થઈ હતી. અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, માત્ર 15 દિવસમાં રાન્યા રાવ 4 વખત દુબઈ ગઈ હતી. રાન્યા રાવ સોનું પોતાના કપડામાં છુપાવીને લાવતી હતી. EDએ કર્ણાટકમાં પણ આઠ સ્થળો પર દરોડા પાડ્યા હતા. જ્યારે તેના રાન્યાના ઘર પર રેડ પાડવામાં આવી તો 2.06 કરોડના સોના સાથે 2.67 કરોડ રૂપિયા રોકડા પણ મળી આવ્યાં હતાં. અધિકારીઓનું કહેવું છે કે, રાન્યા સોનાની દાણચોરી કરતી મોટી સિન્ડિકેટનો ભાગ હતી.
રાન્યાને 1 કિલો સોનાની તસ્કરી પર 4 થી 5 લાખ મળતાં
દુબઈથી સોનાની તસ્કરી કરીને રાન્યા ભારતમાં લાવતી હતી. તપાસમાં એવું સામે આવ્યું કે, આમાં રાન્યાને એક કિલો સોનાની તસ્કરી પર 4 થી 5 લાખ રૂપિયા મળતાં હતાં. અધિકારીએ આ મામલે જણાવ્યું કે, રાન્યાને ઇન્ટરનેટ કોલ આવતો અને તે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3ના ગેટ A પરથી સોનું લેવાનું કહેવામાં આવતું. પછી તે સોનું ભારતમાં લાવતી હતી. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, સુરક્ષા તપાસમાં એક અધિકારી પણ તેની મદદ કરતો હતો. એ વાત તો ચોક્કસ છે કે, અધિકારીઓની સંડોવણી વિના તો કોઈ પણ કાર્ય થઈ શકે નહીં.
સરકાર 24 કલાકમાં જ તપાસનો આદેશ પરત કેમ લઈ લીધો?
ધરપકડ બાદ રાન્યા રાવને DRI કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, રાન્યાના સાવકા પિતા આઈપીએસ અધિકારી કે રામચંદ્ર રાવ પણ તપાસ હેઠળ હતા. પ્રશ્ન એ પણ થાય છે કે, કર્નાટક સરકાર દ્વારા આ કેસમાં તપાસના આદેશ આપવામાં આવ્યા અને 24 કલાકમાં તે આદેશને પાછો પણ લેવામાં આવ્યો હતો, આવું કેમ? શું આમાં કોઈ મોટા અધિકારીઓ સામે હશે? અત્યારે આ કેસની તપાસ અધિક મુખ્ય સચિવ ગૌરવ ગુપ્તાના નેતૃત્વ હેઠળ સ્ટાફ અને વહીવટી સુધારણા વિભાગ (DPAR) ને સોંપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500