Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

JCBથી ખાડો ખોદતી વખતે વાહન ખાડામાં ખાબકતા ચાલક નીચે દબાઈ જતાં મોત

  • November 28, 2022 

ઉમરગામની એક સ્ટીલ કંપનીમાં ટેન્ક માટે JCBથી ખાડો ખોદતી વખતે વાહન ખાડામાં ખાબકતા ચાલક તેની નીચે દબાઇ ગયો હતો. જેથી તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઉમરગામનાં દહેરી ખાતે ચંદજન સ્ટીલ કંપનીના એડમીને રવિવારે ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, શનિવારે રાત્રે કંપનીની JCB નંબર GJ/15/BB/9290નો ચાલક મનોજકુમાર બાબુરામ (ઉ.વ.29, રહે.ડમરૂવાડી, ડોસલા મહાદેવ મંદિરની બાજુમાં, ઉમરગામ)નાઓ કંપનીની ટેન્ક બનાવવા માટે મોટો ખાડાનું ખોદકામ કરી રહ્યો હતો અને મળસ્કે JCB ખાડામાં પલ્ટી મારી જતા ચાલક તેની નીચે દબાઇ ગયો હતો.




જોકે તાત્કાલિક હાઇડ્રાથી JCB અને ચાલકને બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં લઇ જતા ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આમ, પોલીસે ચાલક સામે ગફલતભરી રીતે JCB ચલાવવા માટે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. JCBનો ચાલક મનોજ કુમાર શનિવાર રાતથી કંપનીમાં ટેન્ક ખોદવા માટે JCBનો ઉપયોગ કરી રહ્યો હતો. જોકે, અકસ્માતમાં JCB ખાડામાં ખાબકતા નીચે દબાઇ જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News