મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં ગુજ્જરપુર ગામની સીમમાં ગુજ્જરપુર ગામના બસ સ્ટોપથી કેસરપાડા ચૌકી વચ્ચે નિઝર રોડ ઉપર બાઈક ચાલકે પોતાના કબ્જાનું બાઈક પુરઝડપે હંકારી લાવી સ્ટેરીંગ પરનો કાગુ ગુમાવી દઈ બળદ ગાડાની પાછળ અથડાવી દઈ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું, બાઈક પાછળ સવાર બાળક ઈજાગ્રસ્ત થયો હતો.
બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નિઝરના અંત્રોલી ગામનાં હરિજન ફળિયામાં રહેતા સુનિલભાઇ દગડુભાઇ આહિરે નાઓ તારીખ 14/03/2025 નારોજ મોડી સાંજે પોતાની કબ્જાની હોન્ડા સાઇન બાઈક નંબર GJ/26/AH/0430ને પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવે રહ્યા હતા તે સમયે ગુજ્જરપુર ગામની સીમમાં ગુજ્જરપુર ગામના બસ સ્ટોપથી કેસરપાડા ચૌકી વચ્ચે નિઝર રોડ ઉપર સુનિલભાઇએ પોતાની બાઈક ઉપરનો સ્ટેરીંગનો કાબુ ગુમાવી દઈ તેની આગળ ચાલતા બળદ ગાડાને પાછળથી અથડાવી અકસ્માત સર્જ્યો હતો.
જોકે આ અકસ્માતમાં બાઈક ઉપર બેસેલ દિકરો લકકીને મોઢાના ભાગે તથા શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી જયારે બાઈક ચાલક સુનીલભાઈને માથાના ભાગે તથા શરીરે ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે યોગેશભાઈ દગડુભાઈ આહિરે નાએ તારીખ 15/03/2025 નારોજ અકસ્માતની જાણ નિઝર પોલીસ મથકે કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500