નવસારી નજીકના હાઈવે પર ગણેશ-સિસોદ્રા ગામે કાર ચાલકને ઝોકું આવી જતા કાર રોડની બાજુમાં કપચીના ઢગલા સાથે ટકરાઈ પલટી મારી જતા ચાલકનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, નવસારીના ખડસુપા બોર્ડીંગ ગામે આવેલા જુના હળપતિવાસમાં રહેતા ભરતભાઇ લલ્લુભાઇ આહિર (ઉ.વ.૫૫) તેમનો ભાણેજ શિવમ આહિર (રહે.બીલીમોરા) સાથે બ્રેઝા કારમાં બેસીને અમદાવાદથી મુંબઈ તરફ જતા ટ્રેક પર કાર ચલાવીને પોતાના ગામ ખડસુપા આવી રહ્યા હતા.
કાર ચલાવતી વખતે ચાલક ભરતભાઈ આહિરને ગણેશ સિસોદ્રા ગામની હદમાં ઝોકુ આવી ગયું હતું. જેના કારણે તેમની કાર રોડ છોડીને રસ્તાની બાજુમાં કપચીના ઢગલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના લીધે કાર પલટી મારી ગઈ અને કારમાં સવાર ચાલક ભરતભાઇ આહિરને માથામાં ગંભીર ઇજા થતા લોહીલુહાણ હાલતમાં તેમનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યુ હતું. બનાવ અંગે તેમની સાથે કારમાં સવાર ભાણેજ શિવમ આહિરે નવસરી રૂરલ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application