એલ.સી.બી. વલસાડના અધિકારીઓને મળેલી બાતમીના આધારે, મોતીવાડા ઓવરબ્રિજ પાસે નેશનલ હાઈવે નં. ૪૮ના સર્વિસ રોડ પર વાહન ચેકિંગ દરમિયાન ટ્રકને રોકી તપાસ કરતાં ટ્રકના કેબિનના ઉપરના ભાગે બનાવેલા ખાસ ચોરખાનામાંથી વ્હીસ્કીના ૧૧ બોક્સમાં ૨૪૦ બાટલીઓ કિંમત રૂ.૭૬,૮૦૦, ટ્રકની કિંમત રૂ.૫,૦૦,૦૦૦, યાર્નના બોક્સ નંગ-૪૪૮ કિંમત રૂ.૨૩,૪૬,૧૨૬/- કુલ રૂ.૨૯,૨૭,૯૨૧/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રકના ચાલક પ્રસંજીત ઉર્ફે પ્રશાંત સુકુમાર દેવેન્દ્રનાથ સાસમલ (રહે.ઈચ્છાપુર, સુરત)ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ કબૂલાત કરી કે છેલ્લા એક મહિનાથી દીપકભાઈ પ્રવીણભાઈ પટેલ (રહે.કુંતા, વાપી)ના કહેવાથી દમણથી અવૈધ દારૂનો જથ્થો પલસાણા સુરત સુધી પહોંચાડવાનું કામ કરતો હતો. જેના બદલામાં તેને એક ટ્રિપના રૂ.૧૦,૦૦૦/- મળતા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500