નવસારી જિલ્લા એલ.સી.બી. ના પી. આઈ. વી.જે. જાડેજાના માર્ગ દર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખતે મળેલી બાતમીના આધારે હાઈવે રોડના ખડસુપા ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી પીકઅપ ટેમ્પા માંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૯૬૦ કિંમત રૂા.૩,૨૭,૫૬૪ નો જથ્થો કબ્જે કરી ટેમ્પાનો ડ્રાઈવર રમેશ જત્રીયા ઉર્ફે ચિંતામણ મુકણે (રહે.અભાન ગામ, તા.મનોર, જિ.પાલઘર,મહારાષ્ટ્ર) અને ક્લીનર ભાવેશ જીવણ કામડી (રહે.ખમલોલી ગામ,તા.મનોર, જિ.પાલઘર, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી ઈંગ્લીશ દારૂ અને ટેમ્પો મળી રૂા.૧૦.૩૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ ગુનામાં ઇંગ્લીશ દારૂ ભરાવનાર ખમલોલી, જિ.પાલઘરના વૈભવ નારણ પાટીલ તથા ઈંગ્લીશ દારૂ મંગાવનાર વડોદરાના એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવ અંગે નવસારી રૂરલ પોલીસે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500