Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રિપલ અકસ્માત : બસમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા

  • November 30, 2021 

સેલંબાથી અમદાવાદ જતી બસને માચ કણબીપીઠા વચ્ચે ગુજરાતથી ટાઇલ્સ ભરીને આવતી ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા 8 થી 10 જેટલા મુસાફરોને ઈજાઓ થવા પામી હતી જેથી તેમને સારવાર અર્થે સાગબારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સેલંબાથી અમદાવાદ જતી બસને નેશનલ હાઇવે નંબર-753બી પર માચ અને કણબીપીઠા વચ્ચે પુરઝડપે સામેથી ટાઇલ્સ ભરીને આવતી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બસ ચાલકે સામેથી આવતા ચાલકે ટ્રક પર કાબુ ગુમાવી બસને આગળના ભાગમાં અથાડતા ટ્રક નદીમાં પલ્ટી હતી. જયારે આ અકસ્માતમાં બસ લગભગ 10 ફૂટ સુધી પાછળ ધસડાતા બસની પાછળ આવતી ટ્રકને અથડાઈ હતી અને બસમાં સવાર લગભગ 25 જેટલા મુસાફરો પૈકી 8 થી 10 મુસાફરોને સામાન્ય ઈજાઓ થતા 108 મારફતે સાગબારા સારવાર અર્થે ખસેડાયા હતા જયારે એક મોટી દુર્ઘટના થતી ટળી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application